Site icon hindtv.in

સુરતના વરાછા ખાતે આઈ.એસ.એ.એમ.ટી. 2026 નું આયોજન

સુરતના વરાછા ખાતે આઈ.એસ.એ.એમ.ટી. 2026 નું આયોજન
Spread the love

સુરતના વરાછા ખાતે આઈ.એસ.એ.એમ.ટી. 2026 નું આયોજન
ક્વાડકવોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પત્રકાર પરિષદમાં આપી માહિતી
ભારતના સેમિકન્ડક્ટર ભવિષ્ય માટેનું વ્યૂહાત્મક પગલું

સુરતના વરાછા ખાતે ક્વાડકવોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઇન્ટરનેશનલ સમિટ ઓન એડવાન્સ સેમિકન્ડક્ટર મટીરીયલ એન્ડ ટેકનોલોજી એટલે કે આઈ.એસ.એ.એમ.ટી. 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ ભારતના સેમિકન્ડક્ટર ભવિષ્ય માટેનું વ્યૂહાત્મક પગલું છે.

સુરતના આંગણે વેલંજા સ્થતિ મારુતિ ટ્રેડ સેન્ટરમાં 2ડી સેમિકન્ડક્ટર અને એડવાન્સ્ડ મટિરિયલ્સ સંશોધન માટે ક્વાડકવોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબ ડિઝાઇન કરવામાં આવી છે.જેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ બાબતની જાણકારી માટે પત્રકાર પરિષદન નુ આયોજન કરવામા આવ્યુ હતુ ત્યારે ઉપસ્થીત જીવરાજ ભાઈ ડાંખરાએ જણાવ્યુ હતુ કે આ લેબનું મુખ્ય ધ્યેય મટિરિયલ-લેવલ ઇનોવેશનથી લઈને ડિવાઇસ અને સિસ્ટમ-લેવલ એપ્લિકેશન સુધી સંપૂર્ણ મૂલ્યશૃંખલા વિકસાવવાનું છે.

આ સમિટનો મુખ્ય ઉદ્દેશ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર સામગ્રીમાં સંશોધન, ઉદ્યોગ અને નીતિ વચ્ચે મજબૂત સેતુ બનાવવાનો છે. આ સમિટમાં 2ડી સામગ્રીના સેન્થેટિશ, કેરેક્ટરીઝેશન, ડીવાઈસ ફેબ્રિકેશન, અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન પર ઊંડાણપૂર્વક ચર્ચા નો છે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ભારત માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન એટલે કે આઈ.એસ.એમ. દ્વારા સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ફક્ત ફેબ્રિકેશન સુધી સીમિત નથી, પરંતુ એડવાન્સ્ડ મટિરિયલ્સ, 2ડી સેમિકન્ડક્ટર સંશોધન, ડિવાઇસ ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવાનો છે. તેમ જણાવ્યુ હતું.

Exit mobile version