Site icon hindtv.in

મોટા વરાછામાં મહારક્તદાન કેમ્પનું આયોજન

મોટા વરાછામાં મહારક્તદાન કેમ્પનું આયોજન
Spread the love

મોટા વરાછામાં મહારક્તદાન કેમ્પનું આયોજન
ગોકુળ આઠમના પાવન પર્વે રક્તદાન કરી માનવસેવાનો સંદેશ
લોક સમર્પણ બ્લડ બેન્કને રોજ 225થી 250 બોટલ રક્તની જરૂરિયાત
જરૂરિયાતમંદ દર્દીઓ માટે નાગરિકોને રક્તદાનની અપીલ

સુરતના મોટા વરાછામાં માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. ગોકુળ આઠમના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે જરૂરી રક્તનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનો હતો. લોક સમર્પણ બ્લડ બેન્કને દરરોજ મોટી માત્રામાં રક્તની જરૂરિયાત ઊભી થતી હોવાથી નાગરિકોને રક્તદાન માટે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી.

VO મોટા વરાછા અને આસપાસના જાગૃત નાગરિકોના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા વરાછાના અબ્રામા રોડ પર આવેલા ગોકુલધામ બંગ્લોઝ ખાતે યોજાયેલા આ કેમ્પમાં નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. છેલ્લા 31 વર્ષથી સેવા આપી રહેલી લોક સમર્પણ બ્લડ બેન્કમાં દરરોજ આશરે 225થી 250 બોટલ રક્તની જરૂરિયાત ઊભી થતી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. આ જરૂરિયાતને પહોંચી વળવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે હેતુથી મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. આયોજકોએ લોકોને અપીલ કરી હતી કે, આપેલું રક્ત કોઈના જીવન માટે આશીર્વાદરૂપ બની શકે છે. એક યુનિટ રક્તદાનથી કોઈ માતા-પિતાનો દીકરો કે દીકરી, ભાઈ-બહેન અથવા કોઈ પરિવારના સભ્યને જીવનદાન મળી શકે છે. પવિત્ર શ્રાવણ માસ અને ગોકુળ આઠમના પાવન પર્વને રક્તદાન કરીને યાદગાર બનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Exit mobile version