યુવકની હત્યા બાદ દેવીપુજક સમાજનો વિરોધ
દેવીપુજક સમાજે ન્યાયની માગ સાથે ઉગ્ર વિરોધ કર્યો
દેવીપુજક સમાજે પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ
રિક્ષામાં બેસાડવાની ના પાડતા કરાઈ હતી હત્યા
સુરતના કાપોદ્રામાં નશો કરવા માટે ૧૭ વર્ષીય કિશોરે આરોપીને પેસા ના આપતા આરોપીએ કિશોરની જાહેરમાં હત્યા કરી નાખી હતી. દીકરાની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા થાય તે અંગે માંગ સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે. અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર 17 વર્ષીય પરેશ છે. અરવિંદભાઈ ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.ગત રાત્રિના પરેશ હીરાના કારખાનેથી છૂટીને પરત ઘરે આવી રહ્યો હતો. દરમિયાન પરેશ શેરીમાંથી પસાર થતો હતો, તે સમયે આરોપી પ્રભુ શેટ્ટીએ તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી હતી. આ દરમિયાન પરેશે કહ્યું હતું કે, મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા છે, તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે એક ઘા ઝીકી દીધો હતો. પરેશને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે આજે સવારે ફરી મહિલાઓ પોલીસમથકે ધસી આવી હતી અને દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે બંધ કરી રહ્યા છે. આ સાથે જ 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ ઘટનાસ્થળે મહિલાઓ સાથે જઈ રહી છે.
