Site icon hindtv.in

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ,

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ,
Spread the love

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ,
મમતા બેનર્જી હાય હાયના હિન્દુ સંગઠનોએ લગાવ્યા નારા
હિંદુ સંગઠનોએ કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર થતા હોવાના આક્ષેપને લઇ સુરતમાં હિંદુ સંગઠન દ્વારા આજે જીલ્લા કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સુરતમાં હિંદુ સંગઠન દ્વારા આજે જીલ્લા કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું.પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આવેદન પાઠવવામાં આવ્યું હતું. સરકારે વકફ બોર્ડના નિયમોમાં કરેલા ફેરફારો બાબતે પશ્ચિમ બંગાળમાં વિધર્મી દ્વારા હિન્દુઓ ઉપર અત્યાર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજીનામું આપે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાશન લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિધર્મીઓ દ્વારા થતા અત્યાચારને પગલે પશ્ચિમ બંગાળમાંથી હિંદુઓ હિજરત કરવા માટે મજબુર થયા હોવાન આક્ષેપ આજે હિંદુ સંગઠન દ્વારા કરાયા હતા.

Exit mobile version