અરવલ્લી ભિલોડાના હાથમતી નદીના પર ડાયવર્ઝનનો વિરોધ
અર્બુદાનગર સોસાયટી સહિતના રહેણાંક લોકોએ કર્યો વિરોધ
રહેણાંક વિસ્તારમાં ભારે વાહનો માટે ડાયવર્ઝન આપતા મોટું જોખમ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં હાથમતી નદી પરનો વર્ષો જૂનો પુલ જર્જરિત જાહેર થતાં વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આના કારણે ભારે વાહનો માટે વૈકલ્પિક ડાયવર્ઝન રોડ બનાવાયો છે, પરંતુ તેની બિસ્માર હાલતને કારણે સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રહેણાંકમાં ભારે વાહનો માટે ડાયવર્ઝન આપતા મોટું જોખમ ગણાવતા વિરોધ નોંધાવ્યો છે
ભિલોડાના જાગૃત ગ્રામજનો, વેપારીઓ અને ખેડૂતોની રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા એસ.ટી. બસ અને ભારવાહક વાહન ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ધી ભિલોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. પાસેથી હાથમતી નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, ભિલોડાના હાથમતી નદીના પર ડાયવર્ઝનનો વિરોધ કરતા સ્થાનિકોએ અર્બુદાનગર સોસાયટી સહિતના રહેણાંકમાં ભારે વાહનો માટે ડાયવર્ઝન આપતા મોટું જોખમ ગણાવતા વિરોધ નોંધાવ્યો છે
જોકે, આ ડાયવર્ઝન રોડ પર મોટા ખાડા પડી ગયા છે અને ગટરના ઢાંકણા તૂટી ગયા છે. ગટરો ઉભરાવાને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે. તેમજ માટીના રજકણો ઉડવાના કારણે હોસ્પિટલ, ગેસ એજન્સી સહિત આસપાસના રહેણાંક વિસ્તારોના પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભિલોડા ગામના સામાજિક કાર્યકર નારાયણભાઈ ચૌધરી અને કલ્પેશભાઈ ચૌધરી સહિત ગ્રામજનોએ ખખડધજ આર.સી.સી. રોડ પર ડામર રોડ બનાવવાની અને વ્યવસ્થિત સમારકામ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર દ્વારા સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપીને વાહનવ્યવહાર સદંતર ઠપ્પ કરી દેવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

