સુરતમાં દારૂબંધી અમલ કરાવવા મહિલા કોંગ્રેસનો વિરોધ
ગોલવાડમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા વિરોધ
મહિલા કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે અટકાયત કરી
સુરતમાં દારૂબંધીનુ અમલ કરાવવા અને ગોલવાડમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મહિલા કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે અટકાયત કરી હતી.
સુરત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂ જુગારના આડાઓને લઈ વિરોધ કર્યો હતો. ગોલવાડ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ઉગ્ર વિરોધ કર્યો હતો અને ગોલવાડમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. સુરત મહિલા કોંગ્રેસએ સુરત શહેરમાં ખૂણે ખૂણે ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહી કરાય તો આગામી સમયમાં ડે. સી.એમ હર્ષ સંઘવીના પૂતળા દહન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. તો વિરોધ કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓની મહિધરપુરા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
