Site icon hindtv.in

બારડોલીમાં મહિલા મોરચા દ્વારા વિરોધ કરાયો

બારડોલીમાં મહિલા મોરચા દ્વારા વિરોધ કરાયો
Spread the love

બારડોલીમાં મહિલા મોરચા દ્વારા વિરોધ કરાયો
‘રાહુલ ગાંધી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા
સમગ્ર ઘટનાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા સ્વર્ગસ્થ હીરાબા વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના કારણે સમગ્ર દેશ અને ગુજરાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધના ભાગરૂપે, સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા આજે બારડોલી ખાતે એક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓ, , બારડોલી પલસાણા .કડોદરા નગર અને કામરેજ તાલુકા તથા નગરના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.ધરણા દરમિયાન કાર્યકરો દ્વારા ‘રાહુલ ગાંધી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા, જે આ ઘટના પ્રત્યેનો તેમનો વિરોધ દર્શાવે છે. બારડોલી આંબેડકર નજીક ​ધરણા પ્રદર્શન બાદ, સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા બારડોલીના મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર દ્વારા, આ અભદ્ર ટિપ્પણીની નિંદા કરવામાં આવી હતી અને આ પ્રકારના નિવેદનો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Exit mobile version