Site icon hindtv.in

સુરતના વરાછામાં ત્રીજા દિવસે પણ દબાણો દુર કરવા કામગીરી

સુરતના વરાછામાં ત્રીજા દિવસે પણ દબાણો દુર કરવા કામગીરી
Spread the love

સુરતના વરાછામાં ત્રીજા દિવસે પણ દબાણો દુર કરવા કામગીરી
પોલીસ કમિશનર અને મેયરની વિઝીટ બાદ કામગીરી તેજ
વર્ષોથી બરોડા પ્રીસ્ટેજનાં અંદરનાં રોડનાં દબાણો

સુરતના વરાછા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ દબાણો દુર કરવાની કામગીરી યથાવત હોય તેમ લાગી રહ્યું છે. સુરત પોલીસ કમિશનર અને મેયરની વિઝીટ બાદ હાલ દબાણ દુર કરવાની કામગીરી તેજ કરાઈ છે.

સુરતના વરાછા મેઈન રોડ પર થયેલા દબાણો દુર કરવાની કામગીરી તેજ કરાઈ હોય તેમ લાગી રહ્યુ છે. મેયર દક્ષેશ માવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની વિઝીટ બાદ આજે રવિવારે ત્રીજા દિવસે પણ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પત્ર લખ્યા બાદ સુરત કમિશનર અનુપમસિંહ ગહેલોત અને મેયર દક્ષેશભાઈ માવાણી એ દબાણો અને દુષણ નુ નિરક્ષણ કર્યું હતું ત્યારે ડીસીપી અલોકકુમાર, એસીપી પી.કે. પટેલ, એસીપી વિપુલ પટેલનાં માર્ગ દર્શન હેઠળ રવિવારે પણ વરાછા પીઆઈ રામભાઈ ગોજીયા, કાપોદ્રા પીઆઈ મહિપાલસિંહ સોલંકી, પુણા પીઆઈ વી.એમ. દેસાઈ અને પીઆઈ આર.એચ. મોરી તથા મનપા ટીમ દ્વારા ત્રણેય વિસ્તારમાં દુકાનોની આગળના રોડનાં દબાણો અને બ્રિજના દબાણો તથા વર્ષોથી બરોડા પ્રીસ્ટેજનાં અંદરનાં રોડ નાં દબાણો દૂર કરાયા હતાં.

Exit mobile version