Site icon hindtv.in

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા ઓપરેશન રેમ્બો

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા ઓપરેશન રેમ્બો
Spread the love

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા ઓપરેશન રેમ્બો
રથયાત્રાને ધ્યાને લઈ પોલીસ મેદાને આવી
70થી વધુ અસામાજિક તત્વોને પકડી કાયદાનુ ભાન કરાવ્યું

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા અને આગામી દિવસોમાં આવી રહેલ રથયાત્રાને ધ્યાને લઈ પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન રેમ્બો હેઠળ 100 થી વધુ ઘાતક હથિયારો સાથે 70થી વધુ અસામાજિક તત્વોને પકડી તેઓને કાયદાનુ ભાન કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેરમાં વધતા હિંસક ગુનાઓ અને આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સઘન દરોડા પાડી 100થી વધુ રેમ્બો નાઇફ, બટન નાઇફ, ડ્રેગન નાઇફ અને અન્ય ઘાતક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે 70 થી વધુ અસામાજિક તત્વો સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. તો ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યુ હતું કે આરોપીઓ પાસેથી ઝડપાયેલા આ હથિયારોનો અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. સાથે જ શહેરના નાગરિકોને શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવા અપીલ કરાઈ હતી. તો અસામાજિક તત્વોને કડક ચેતવણી આપતા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હથિયાર સાથે ઝડપાશો તો પાસા અથવા તડીપાર જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version