Site icon hindtv.in

ડાંગમાં રાજ્યની પોલીસના “ઓપરેશન મિલાપ” ને મળી સફળતા

ડાંગમાં રાજ્યની પોલીસના "ઓપરેશન મિલાપ” ને મળી સફળતા
Spread the love

ડાંગમાં રાજ્યની પોલીસના “ઓપરેશન મિલાપ” ને મળી સફળતા
ડાંગ જિલ્લાના વાનરચોંઢ ગામના યુવકને શોધ્યો
13 વર્ષ બાદ દીકરો જીવતો મળતા પરિવારમાં ખુશી

ડાંગ જિલ્લાના વઘઇ વિસ્તારનો રણજીત ચૌધરી વર્ષ 2013માં વાપી ખાતે કોલેજમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન તે વાપીની હોસ્ટેલમાંથી કોઈને પણ કહ્યા વગર અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારે આટલા વર્ષો સુધી તેની ખૂબ શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. 13 વર્ષ બાદ દીકરો જીવતો મળતા પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો.

ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવતા “ઓપરેશન મિલાપ” હેઠળ વઘઇ પોલીસે ડાંગ જિલ્લાના વઘઇ વિસ્તારનો રણજીત ચૌધરી વર્ષ 2013માં વાપી ખાતે કોલેજમાં અભ્યાસ કરતા ગમ થયેલ જે કેસ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું. વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રણજીતની શોધખોળ તેજ કરી હતી. પોલીસની સચોટ તપાસને અંતે જાણવા મળ્યું કે રણજીત કચ્છના ગાંધીધામ વિસ્તારમાં છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તેનું ચોક્કસ લોકેશન મેળવ્યું અને તેને સુરક્ષિત રીતે ડાંગ પરત લાવવામાં આવ્યો હતો. 13 વર્ષ બાદ દીકરો જીવતો મળતા પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો

જ્યારે રણજીત પોતાના ઘરે પહોંચ્યો ત્યારે વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. તેની માતા અને બહેને વર્ષોના વિરહ બાદ વ્હાલસોયા દીકરાની આરતી ઉતારી, ફૂલહાર પહેરાવી કુમકુમ તિલક સાથે તેનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઘરના આંગણે હરખના આંસુ વહ્યા હતા. 13 વર્ષ જૂના કેસને ઉકેલીને એક પરિવારને ફરી બેઠો કરવા બદલ ગ્રામજનો અને પરિવારજનોએ વઘઇ પોલીસનો આભાર માન્યો હતો. પરિવારે પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version