Site icon hindtv.in

ટેકાના ભાવે જણસીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ.

ટેકાના ભાવે જણસીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ.
Spread the love

ટેકાના ભાવે જણસીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ.
અત્યારસુધીમાં અંદાજે પોણા બે લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું.
કૃષિમંત્રીએ કહ્યું તમામ જણસી પાકની નોંધણી થશે

ખેડૂતો માટે ટેકાના ભાવે જણસીની ખરીદી માટેની ઓનલાઈન નોંધણી પોર્ટલ પહેલા જ દિવસે ઓવરલોડ થઈ હતી. જે બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે હેલ્પલાઈન અને સમય મર્યાદા વધારવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.

ખેડૂતોને ટેકાના ભાવે પોતાની જણસી વેચવા માટે સરકારે શરૂ કરાયા ઓનલાઈન નોંધણી પ્રક્રિયાનો પહેલો જ ગઈકાલે ટેકનિકલ મુશ્કેલીઓમાં ફસાઈ ગયો હતો. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ નોંધણીમાં પ્રથમ જ દિવસે એકસાથે ભારે પ્રમાણમાં ખેડૂતો જોડાતા પોર્ટલ ઓવરલોડ થઈ ગયું હતું. જેના કારણે અનેક ખેડૂતોને વારંવાર અરજી ભરવાની પ્રક્રિયામાં ખલેલ આવી હતી. ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે સમગ્ર પ્રક્રિયા ફરીથી આજથી શરૂ કરી છે તેવી માહિતી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી છે. વધુમાં તેઓ જણાવ્યું કે, “પહેલા દિવસે ટેકનિકલ તકલીફ આવી હોવા છતાં કોઈ ખેડૂત રહી ન જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. નોંધણી પ્રક્રિયા આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે. જો જરૂર પડશે તો સરકાર સમય મર્યાદામાં વધારો પણ કરશે. 1લી સપ્ટેમ્બરે આ નોંધણી પ્રક્રિયાના પ્રથમ દિવસે હજારો ખેડૂતો નોંધણી માટે પોર્ટલ પર એકસાથે જોડાતા સર્વર હેન્ડલ ન કરી શક્યું હતું. ઘણા ખેડૂતોને પેજ લોડ થવામાં મુશ્કેલી પડી હતી, તો કેટલાક ખેડૂતોએ અરજી ભર્યા બાદ સબમિટ બટન દબાવતા જ પેજ અટકી જવાની ફરિયાદ કરી હતી. કેટલાક તો એક જ અરજી માટે કલાકો સુધી પ્રયત્ન કરતા રહ્યા હતા. ત્યારે ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાનમાં લઈને કૃષિ વિભાગે તાત્કાલિક પગલાં ભર્યા છે અને ટેકનિકલ ટીમને કાર્યરત કરવામાં આવી અને પોર્ટલને અપગ્રેડ કરીને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દર વર્ષે ખેડૂતો પાસેથી નિર્ધારિત પાકની ખરીદી ટેકાના ભાવે કરે છે. આ વર્ષે પણ PMFS હેઠળ વિવિધ જણસીઓના ખરીદી કેન્દ્રો ખોલવામાં આવશે. પરંતુ આ માટે ખેડૂતોએ સૌપ્રથમ ઓનલાઈન નોંધણી કરાવવી આવશ્યક છે. જે સરકારની ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર થાય છે. જે નોંધણી પ્રક્રિયાથી સરકારને ખાતરી થાય છે કે કયા ખેડૂત પાસે કેટલો પાક છે અને ખરીદી વ્યવસ્થિત રીતે થઈ શકે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version