Site icon hindtv.in

સુરતમાં ઓનલાઈન ઓર્ડર કુર્તી કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા

સુરતમાં ઓનલાઈન ઓર્ડર કુર્તી કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
Spread the love

સુરતમાં ઓનલાઈન ઓર્ડર કુર્તી કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
બ્રાન્ડેડ કુર્તીની બદલી હલકી ગુણવત્તાની કુર્તી મૂકવાનું કૌભાંડ ઝડપાયું
સચીન પોલીસની કાર્યવાહી, 260 કુર્તી-કુર્તા સહિત રૂ. 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

સુરતમાં ઓનલાઈન ઓર્ડરમાં બ્રાન્ડેડ કુર્તી બદલી હલકી ગુણવત્તાની કુર્તી મૂકવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હોય તેમ સચીન પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી 4 લાખથી વધુની કિંમતની 260 કુર્તી અને કુર્તા કબજે કર્યા છે.

સુરતના સચીન વિસ્તારમાં આવેલી થ્રેડ બકેટ સ્ટુડિયો કંપનીમાંથી જનસ્યા બ્રાન્ડની કુર્તી-કુર્તા એમેઝોન પર વેચાણ માટે મોકલવામાં આવતા હતા. આ દરમિયાન પિકઅપ બોય તરીકે કામ કરતો નરેશ બાવીસકર અને રવિભાઈ સંતોષ જયસ્વાલ પાર્સલ રસ્તામાં ખોલી બ્રાન્ડેડ કપડાં બદલે હલકી ગુણવત્તાનાં કપડાં મૂકતો હતો. આ રીતે અંદાજે 4 લાખ 5 હજાર 600 રૂપિયાની કિંમતનાં 260 નંગ કુર્તી-કુર્તા બદલવામાં આવ્યા હતા. સચીન પોલીસએ તપાસ દરમિયાન ચાર આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version