સુરતમાં અફીણ સાથે એક ઝડપાયો
પોલીસે રાજસ્થાની આધેડને ઝડપી પાડ્યો
પોલીસે ભેરારામ બુદરરામ બિશ્નોઈની ધરપકડ કરી
સુરતની પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પ્યોર અફીણના જથ્થા સાથે એક રાજસ્થાની આધેડને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનરના નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને લઈ પેટ્રોલિંગ કરી રહેલી સુરતની પુણા પોલીસની ટીમને એવી બાતમી મળી હતી કે વરાછાથી ગીતા નગર સોસાયટી પાસે એક ઈસમ અફીણ લઈને જનાર છે જે માહિતીના આધારે પુણા પોલીસે ગીતા નગર પાસે વોચ ગોઠવી ત્યાંથી મુળ રાજસ્થાનનો અને હાલ એલ.એચ. રોડ પર રહેતા ભેરારામ બુદરરામ બિશ્નોઈને ઝડપી પાડ્યો હતોઅને તેની પાસેથી પ્યોર અફીણ તથા મોબાઈલ, સીમકાર્ડ સહિત 65 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

