સુરત રેલ્વે સ્ટેશન પરથી લાખોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
રેલ્વે એસઓજી અને એનડીપીએસની ટીમે સંયુક્ત ગાંજો ઝડપ્યો
જીતુ શાહુ નામના ઈસમને ઝડપી પાડ્યો
સુરત રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે એસઓજી અને એનડીપીએસની ટીમે લાખોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત રેલ્વે સ્ટેશન પર પોલીસ ટીમ હાલ મિશન સેફ સ્ટેશન અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર એક પરથી સુરત રેલ્વે એસઓજીની ટીમ અને એનડીપીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુળ ઓડિશાના ગંજામના વતની એવા જીતુ શાહુ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેના થેલાની ઝડતી લેતા તેમાંથી 2 લાખ 2 હજારથી વધુની કિંમતનો 4.049 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

