Site icon hindtv.in

સુરતમાં વધુ એક નર્સના આપઘાતનો બનાવ

સુરતમાં વધુ એક નર્સના આપઘાતનો બનાવ
Spread the love

સુરતમાં વધુ એક નર્સના આપઘાતનો બનાવ
યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી
નર્સના ત્રણ વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા

સુરતમાં વધુ એક નર્સના આપઘાતના બનાવને લઈ ચકચાર મચી જવા પામી છે. સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં આવેલી હોસ્પિટલના રહેઠાણમાં જ યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ખંડેલવાલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનાથી નર્સ તરીકે ફરજ બજાવતી મંજુલાબેને હોસ્પિટલના રહેઠાણમાં ગઈ રાત્રે અંદાજે 3 વાગ્યે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્રણ વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા, જ્યારે તેમના પતિ વડોદરામાં ખાનગી નોકરી કરે છે. મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેસર ગામના રહેવાસી મંજુલાબેનના અચાનક અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Exit mobile version