Site icon hindtv.in

સુરત એસબીઆઈ બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

સુરત એસબીઆઈ બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Spread the love

સુરત એસબીઆઈ બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
બિહારના મોતીહારી અને ચંપારણ્ય ખાતેથી મતીશની ધરપકડ
જેસીપી ક્રાઈમ કરણરાજ સિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. 27 એપ્રિલના રોજ બનેલી આ લૂંટની ઘટનામાં 5 થી 7 ઇસમો સામેલ હતા, જે અંતર્ગત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરીને સતત ધરપકડ કરવામાં આવી રહી છે

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં સુરત પોલીસે આ પહેલા ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી બે મુખ્ય આરોપીઓ શુભમ ઠાકુર અને વિકાસ સિંઘની ધરપકડ કરી હતી. આ સિવાય લૂંટારૂઓને આશરો આપનારા અને મદદ કરનારા અન્ય 2 આરોપીઓ પણ પોલીસ સિકંજામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ લૂંટનો આખો માસ્ટરપ્લાન બિહારની જેલમાં ઘડવામાં આવ્યો હતો. હથિયાર રિકવરીની તપાસ દરમિયાન મુખ્ય આરોપી શુભમ ઠાકુરે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં પોલીસે વળતું ફાયરિંગ કરીને તેને ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ તેલંગાણાથી ડુપ્લિકેટ આધારકાર્ડના આધારે અપાચે બાઇક ખરીદી હતી. પોલીસે 1,000 થી વધુ CCTV કેમેરા ફૂટેજ તપાસીને આ આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં બિહાર ના મોતીહારી અને ચંપારણ્ય ખાતે વધુ એક આરોપી મતીશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ થતા JCP ક્રાઈમ કરણરાજ સિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપી છે

સુરત વરાછા એલ.એચ.રોડ સ્થિત SBI બેંકની વરાછા બ્રાન્ચમાં સોમવારે ભરબપોરે પાંચથી વધુ લૂંટારૂઓ ખુલ્લા ચેહરામાં હથિયાર સાથે બેંકમાં ઘૂસ્યા હતા અને પિસ્તોલના નાળચે બેંકના સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસિએટ કાર્તિક પ્રજાપતિ ઉપરાંત ક્રેડિક કાર્ડનું કામ કરતી રિદ્ધિબેન અને પટાવાળા ગૌરવ ચૌધરી તથા ATMનો ગાર્ડ ગજેન્દ્ર પાટિલ ઉપરાંત બીજા છથી સાત ગાહકોને બંધક બનાવી અને ડરાવી ધમકાવી રોકડા 50 લાખ, બેંકકર્મી અને ગ્રાહકોના મોબાઈલ ફોન લૂંટી ત્રણ બાઈક પર નાસી ગયા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version