ભાવનગર બેંક લોન કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ખોટા દસ્તાવેજોના આધારે કૌભાંડ
ભાવનગરની નીલમબાગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ખોટા દસ્તાવેજોના આધારે કરોડોની લોન મેળવવાના કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.
વીઓ :ભાવનગરની નીલમબાગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં એસ.એમ.ઈ.સી.સી. વિભાગના એજન્ટો અને અન્ય શખ્સોએ મળીને કુલ 1 કરોડ 35 લાખની ટર્મ લોન અને સીસી લોન મેળવી હતી અને તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અંગે બેંકના આસિસ્ટન્ટ મેનેજરે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ આ કેસમાં અગાઉ કેટલાક ઇસમોની ધરપકડ કરાઈ હતી.પોલીસ તપાસ દરમિયાન હૈદરઅલીનું નામ ખુલતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

