Site icon hindtv.in

સુરત અમરોલીમાં આગ લાગતા એકનું મોત

સુરત અમરોલીમાં આગ લાગતા એકનું મોત
Spread the love

સુરત અમરોલીમાં આગ લાગતા એકનું મોત
ન્યૂ કોસાડ રોડ પરની બિલ્ડિંગમાં લાગી આગ
બીજા માળે નેઇલ પોલિશના કારખાનામાં આગ
આગમાં બેભાન અવસ્થામાં મળ્યો વોચમેન
હોસ્પિટલના તબીબોએ વોચમેનનો મૃત જાહેર કર્યો

સુરતના અમરોલી ન્યુ કોસાડ રોડ પર આવેલ એક બિલ્ડીંગના ત્રીજા માળે નેઈલ પોલીસના કારખાનામાં આગ લાગતા વોચમેન બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલે ખસેડાતા મૃત જાહેર કરાયો હતો.

સુરતના અમરોલી ન્યુ કોસાડ રોડ પર આગની ઘટનામાં એકનુ મોત નિપજ્યુ હતું. વાત એમ છે કે સુરતના અમરલી ન્યુ કોસાડ રોડ પર એક બિલ્ડીંગના ત્રીજા માળે જેમીશ વીરડીયા નામનો ઈસમ નેઈલ પોલીશનુ કારખાનુ ધરાવે છે અને તેના કારખાનામાં કાંચની નાની બોટલમાં નેઈલ પોલીસ ભરવામાં આવતુ હતુ. કેમિકલવાળા નેઈલ પોલીસના કારખાનામાં આગ લાગતા ત્યાં હાજર વોચમેન બેભાન થઈ જતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો. જો કે તબીબોએ વોચમેનને મૃત જાહેર કર્યો હતો. તો આગની ઘટનામાં કલાકો બાદ ફાયરે આગને કાબુમાં લીધી હતી. હાલ ફાયર અને પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આગનુ કારણ અકબંધ છે.

Exit mobile version