Site icon hindtv.in

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કાંડ

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કાંડ
Spread the love

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કાંડ
મહીસાગર જિલ્લાના ચાંપેલી ગામનો યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર
દલાલોની જાળમાં ફસાયો ચાંપેલી ગામનો યુવક

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કાંડ સામે આવ્યો છે. વાસ્તવમાં મહીસાગર જિલ્લાના ચાંપેલી ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્નના માત્ર થોડા જ દિવસોમાં દુલ્હન દાગીના લઈને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.

મહીસાગર જિલ્લાના ચાંપેલી ગામના રહેવાસી ભરત પટેલના લગ્ન સ્થાનિક દલાલોની ઓળખાણથી કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ પત્ની આશરે દસ દિવસ સુધી પતિના ઘરે રહી હતી. ત્યારબાદ તે પિયર જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ ત્યારપછી તે ક્યારેય પરત ફરી નથી. જ્યારે ઘણા દિવસો સુધી પત્ની પરત ન આવી ત્યારે ભરત પટેલે તેની તપાસ શરૂ કરી. પિયર જઈ તપાસ કરતા ત્યાં પણ પત્ની કે તેના પરિવારનો કોઈ પત્તો મળ્યો નહોતો. આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરાઈ પરંતુ કોઈ ચોક્કસ વિગતવાર માહિતી નહિ મળતા દલાલોની જાળમાં ફસાયો ચાંપેલી ગામના યુવકે શું કહ્યું સાંભળો

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પત્ની લગ્ન સમયે આપવામાં આવેલા અંદાજે રૂપિયા 2 લાખ 50 હજારના દાગીના પણ સાથે લઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાથી યુવક અને તેના પરિવારને ભારે માનસિક આઘાત લાગ્યો છે. અંતે ભરત પટેલે લુણાવાડા કોઠંબા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને દલાલોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version