Site icon hindtv.in

સુરતમાં ફરી એકવાર દુઃખદ ઘટના સામે આવી

સુરતમાં ફરી એકવાર દુઃખદ ઘટના સામે આવી
Spread the love

સુરતમાં ફરી એકવાર દુઃખદ ઘટના સામે આવી
અડાજણમાં રહેતો અને બે દિવસથી ગુમ 11 વર્ષીય બાળકનો મૃતદેહ
તાપી નદીના કિનારેથી મૃતદેહ મળતા શોકની લાગણી ફેલાઈ

સુરતમાં ફરી એકવાર દુઃખદ ઘટના સામે આવી હોય તેમ અડાજણ વિસ્તારમાં રહેતો અને બે દિવસથી ગુમ 11 વર્ષીય બાળકનો મૃતદેહ તાપી નદીના કિનારેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો 11 વર્ષીય બાળક બે દિવસ પહેલા ગાર્ડનમાં રમવા ગયો હતો, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યો ન હતો. પરિવારજનો અને સ્થાનિકોએ ભારે શોધખોળ કરી છતાં બાળકની કોઈ ભાળ મળી ન હતી. જો કે આજે શનિવારે વહેલી સવારે તાપી નદીના કિનારે બાળકનો મૃતદેહ દેખાતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરીને મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ બાળકનું મોત તાપી નદીમાં ડૂબી જવાથી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

Exit mobile version