માંગરોળ આંગણવાડી બેનોને બીએલઓની કામગીરી માં જબરજસ્તી જોડવા અધિકારીઓનું દબાણ
જબરજસ્તી દબાણ કરાતા આંગણવાડી બેનોમાં ભારે રોષ
અધિકારીઓ માનસિક ત્રાસ આપતાં હોવાની ફરિયાદ
માંગરોળ તાલુકા ખાતે કામ કરતી આંગણવાડી બેનોને જબરજસ્તી બી.એલ.ઓ. ની કામગીરી કરવા જબરજસ્તી દબાણ કરાતા આંગણવાડી બેનોમાં ભારે રોષ. ચાર મહિનાથી આંગણવાડી મથકે હંગામી ધોરણે કામ કરતી બેનોને બીએલઓ ની કામગીરી કરવા અધિકારીદબાણ કરતા મહિલાઓ અકળાઈ હતી. અને અધિકારીઓ માનસિક ત્રાસ આપતાં હોવાની ફરિયાદ કરી હતી . છેલ્લા કેટલા સમયથી BLO ની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા ચાર મહિનાથી આ કામગીરી આંગણવાડી માં માનદ વેતન પર કામ કરતી બેનો પાસે આ કામગીરી કરાવવામાં આવે છે. જેના કારણે આંગણવાડી ની બેનો માનસિક હતાશા ઘેરાઈ ગઈ છે. બેનો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની બુમ ઉઠવા પામી છે.

