Site icon hindtv.in

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અન્વયે દાખલ થયેલ ગુન્હા

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અન્વયે દાખલ થયેલ ગુન્હા
Spread the love

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અન્વયે દાખલ થયેલ ગુન્હા
પકડાયેલ આરોપીઓને 100 કલાકમાં ચેક કરવાની કામગીરી
ડીજીપીના આદેશ બાદ તાપી જીલ્લા પોલીસે શરુ કરી કામગીરી

ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરનાઓએ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અન્વયે પકડાયેલ આરોપીઓને ચેક કરવાની સુચના આપવામાં આવેલ

ગુજરાતના પોલીસ મહાનિદેશક રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ના ચેકિંગના 100 કલાકના આદેશ અનુસંધાને સુરત જિલ્લા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન.દેસાઈનાઓએ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ હેઠળના તાપી જીલ્લામાં દાખલ થયેલ (૧) હથિયાર ધારા (૨) એન.ડી.પી.એસ. એકટ (૩) એક્સપ્લોઝીવ એકટ (૪) બનાવટી ચલણી નોટના કેસો (૫) ટાડા, પોટા,મકોકા તેમજ UAPA જેવા કેસો (૬) પેટ્રોલીયમ ધારાના કેસોમાં છેલ્લા ૩૦ વર્ષમાં દાખલ થયેલ, ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓને 100 કલાકમાં ચેક કરવાની કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને અત્રેના તાપી જીલ્લામાં પકડાયેલ 107 આરોપીઓ પૈકી તાપી જીલ્લા પોલીસે કુલ- 72 આરોપીઓને ચેક કરી ડોઝીયર્સ ભરવાની કામગીરી ચાલુ છે અને બાકી રહેલ આરોપીઓને ચેક કરવાની કામગીરી ચાલુ છે. આવી કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિ ના કરે અને તાપી જીલ્લામાં આવી પ્રવૃત્તિ ના થાય તે હેતુથી સઘન ચેકીંગની કાર્યવાહી ચાલુ છે…

Exit mobile version