Site icon hindtv.in

સુરતના વરાછા ખાતે આવેલ બુટ ભવાની પાસે દુષ્પ્રેરણાનો ગુનો

સુરતના વરાછા ખાતે આવેલ બુટ ભવાની પાસે  દુષ્પ્રેરણાનો ગુનો
Spread the love

સુરતના વરાછા ખાતે આવેલ બુટ ભવાની પાસે દુષ્પ્રેરણાનો ગુનો
પરિણીતાએ કરેલા આપઘાત મામલે સાસરીયાઓ સામે ગુનો
દહેજમાં પાંચ લાખની માંગણી કરતા હોય આપઘાત કર્યો

સુરતના વરાછા ખાતે આવેલ બુટ ભવાની પાસે જવાહરનગર સોસાટીમાં રહેતી પરિણીતાએ કરેલા આપઘાત મામલે સાસરીયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.

મુળ એમપીના મુરેનાનો અને હાલ કાપોદ્રા ખાતે રહેતા બલબીરસિંહ કુશ્વાહએ વરાછા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓની દીકરી રીતુના વરાછા બુટ ભવાની પાસે આવેલ જવાહર નગર સોસાયટીમાં રહેતા લક્ષ્મી નારાયણ કુશ્વાહ સાથે લગ્ન થા હતા જો કે લગ્ન બાદથી જ પતિ લક્ષ્મીનારાયણ કુશ્વા તથા સસરા મુરલીધર રામ સ્વરૂપ કુશ્વાહ, સાસુ કમલેશદેવી અને જેઠ સતિષ તથા નણંદ અંકિતુા ઉર્ફે રોકી મુરલીધરકુશ્વાહ વારંવાર ત્રાસ આપતા હોય અને દહેજમાં પાંચ લાખની માંગણી કરતા હોય આખરે રીતુએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિણીતાના પિતાએ સાસરીયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Exit mobile version