Site icon hindtv.in

સુરત કામરેજમાં ગાયપગલા ખાતે ભાજપ જિલ્લા કાર્યકર્તા સંમેલનનું

સુરત કામરેજમાં ગાયપગલા ખાતે ભાજપ જિલ્લા કાર્યકર્તા સંમેલનનું
Spread the love

સુરત કામરેજમાં ગાયપગલા ખાતે ભાજપ જિલ્લા કાર્યકર્તા સંમેલનનું
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતિ સ્મૃતિ વર્ષ પખવાડિયું
રાષ્ટ્રવાદી વિચારો અને દેશ માટેના બલિદાનને યાદ કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતિ સ્મૃતિ વર્ષ પખવાડિયું અંતર્ગત કામરેજના ગાયપગલા ખાતે જિલ્લા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો અને દેશ માટેના તેમના અવિસ્મરણીય બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી 125 મી જયંતિ સ્મૃતિ વર્ષ પખવાડિયું (૨૩ જૂનથી ૬ જુલાઈ)” નિમિત્તે સુરત જિલ્લા ભાજપા પ્રભારી ગૌતમભાઈ ગેડીયાના દિશાદર્શન અને જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં કામરેજના ગાયપગલા ખાતે જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો, દેશની એકતા અને અખંડિતતા માટેના તેમના યોગદાન તેમજ બલિદાનને યાદ કરીને કાર્યકર્તાઓને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો સંદીપ દેસાઈ, ઈશ્વર પરમાર, મોહન ધોડિયા અને ગણપત વસાવા સહિત જિલ્લાના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

Exit mobile version