સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સ દિવસ
ડોક્ટર અને નર્સ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન
સારવારની ગુણવત્તા વધુ સુધારવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર અને નર્સ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સેવા આપતા તમામ ડોક્ટર અને નર્સોના સમર્પણ, સેવા ભાવના અને દર્દીઓ પ્રત્યેના માનવતાભર્યા અભિગમને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને સંવેદનશીલ બનાવવા પર ભાર મુક્યો હતો. ખાસ કરીને દર્દીઓ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન રાખી સેવા આપવાની અપીલ કરવામાં આવી હતી.
કડી વાળા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવતા દરેક દર્દીને સમાન રીતે સારવાર અને સંભાળ મળવી જોઈએ, ભલે તે ગંભીર રોગથી પીડિત હોય કે સામાન્ય સારવાર માટે આવ્યો હોય. તેમણે હોસ્પિટલ સ્ટાફને દર્દીઓ સાથે માનવતાભર્યો અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર રાખવા સૂચના આપી હતી. સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં આવનારા દરેક દર્દીને સારા વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં દર્દી સંભાળ અને સારવારની ગુણવત્તા વધુ સુધારવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.

