Site icon hindtv.in

સુરતના પુણા વિસ્તારમાં ટાઈમ સ્કવેર બિલ્ડીંગમાં એનઆર સ્પા

સુરતના પુણા વિસ્તારમાં ટાઈમ સ્કવેર બિલ્ડીંગમાં એનઆર સ્પા
Spread the love

સુરતના પુણા વિસ્તારમાં ટાઈમ સ્કવેર બિલ્ડીંગમાં એનઆર સ્પા
એનઆર સ્પામાં ચાલતા દેહવેપાર પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા
સંચાલક ગણેશ મુકેશ સોનાર અને કોમલ નરેન્દ્ર ગોરખનાથ સોનાર ઝડપ્યા

સુરતના પુણા વિસ્તારમાં ટાઈમ સ્કવેર બિલ્ડીંગમાં એનઆર સ્પામાં ચાલતા દેહવેપાર પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડા પાડી સંચાલક અને ગ્રાહકોને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે સ્પાનાનામે ચાલતા દેહવેપારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલી સુચના વચ્ચે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ એમબી શેરગીલની ટીમે બાતમીના આધારે પુણા પોલીસ મથકની હદમાં કડોદરા રોડ પર લેન્ડમાર્ક સામે ટાઈમ સ્કવેર બિલ્ડીંગમાં એનઆર સ્પામાં દરોડા પાડ્યા હતાં જ્યાંથી સંચાલક ગણેશ મુકેશ સોનાર અને કોમલ નરેન્દ્ર ગોરખનાથ સોનાર સાથે મળી બહારથી યુવતીઓ લાવી દેહવેપાર ચલાવતા ઝડપાયા હતાં. તો પોલીસે સ્થળ પરથી ગ્રાહકો દેવાંગ ત્રિવેદી, રાકેશ ગોધાણી, બ્રિજેશ કાછડીયાને ઝડપી પાડ્યા હતાં. જ્યારે સ્પા માલિક કલ્પેશ દવે, નરેન્દ્ર સોનાર, રાજુ પંડિત અને પ્રવિણ ઉર્ફે મેક્ષભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Exit mobile version