Site icon hindtv.in

વેસુ સર્વે નં. 311/2 જમીન કૌભાંડમાં કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયા ઝડપાયો

વેસુ સર્વે નં. 311/2 જમીન કૌભાંડમાં કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયા ઝડપાયો
Spread the love

વેસુ સર્વે નં. 311/2 જમીન કૌભાંડમાં કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયા ઝડપાયો
એક જ સ્ટેમ્પ પેપર પર બનાવટી સાટાખત કેસમાં સ્પેશિયલ ઇકોનોમિક સેલની કાર્યવાહી
કરોડોની જમીન પચાવવાના ષડયંત્રનો ભાંડો ફૂટ્યો, આર્થિક ગુન્હા શાખાની ધરપકડ

વેસુ ગામના નવા બ્લોક સર્વે નંબર 311/2 વાળી જમીન પચાવી પાડવા કાવતારાના ભાગરૂપે એક જ સ્ટેમ્પ પેપર પર જુદીજુદી તારીખોના સાટાખત તૈયાર કરી તેવા કુટલેખનો ઉભાકરી ગુનો આચરનાર કુખ્યાત આરોપીને આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતના કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યો છે. વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના હીન કાવતરા બદલ સ્પેશિયલ ઈકોનોમિક સેલે તેની ધરપકડ કરી છે. વેસુ ગામના બ્લોક/સર્વે નંબર 311/2 વાળી અંદાજે 16,200 ચોરસ મીટર જમીન, જે હાલ શ્રી સોમ રિયાલિટી નામે ભાગીદારી પેઢીની માલિકીની છે, તેને પચાવી પાડવા માટે આરોપી વિનુ માલવિયા અને પ્રતુલ પટેલે મોટું ષડયંત્ર રચ્યું હતું. ફરિયાદી રાજેશકુમાર પટેલના જણાવ્યા મુજબ આરોપીઓએ સરકારી રેકોર્ડ અને ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરી જમીન પચાવવા માટે અનેક બનાવટી પુરાવાઓ તૈયાર કર્યા હતા. આ મામલે પોલીસે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ તપાસ હાથ ધરી આરોપી વિનુ હરીભાઈ માલવીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version