Site icon hindtv.in

સુરતમાં આતંક મચાવનાર કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા

સુરતમાં આતંક મચાવનાર કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા
Spread the love

સુરતમાં આતંક મચાવનાર કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા
સલાબતપુરાના વેપારી પાસે ખંડણી માંગતા ગુનામાં ધરપકડ
શિવા ઝાલાને વિસ્તારમાં લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કર્યુ

સુરતમાં આતંક મચાવનાર કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ સલાબતપુરાના વેપારી પાસે ખંડણી માંગી હોય જે ગુનામાં તેની ધરપકડ બાદ એસઓજીએ શિવા ઝાલાને તેના જ વિસ્તારમાં લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કર્યુ હતુ ત્યારે શિવા ઝાલા બે હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો હતો.

સુરતમાં માથાભારે શિવા ઝાલાને લઈ પોલીસ રહેણાક વિસ્તારમાં પહોંચી હતી. સલાબતપુરા પોલીસ મથકમાં વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં સુરત એસઓજી પોલીસે ડ્રગ્સ માફિયા શિવા ઝાલાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. ત્યારે શિવા ઝાલા બે હાથ જોડી માફી મંગાતો નજરે પડ્યો હતો. જેલમાંથી છુટ્યા બાદ દાદાગીરી અને ધમકી આપતી રીલ્સ બનાવતો શિવા ઝાલાની સુરત એસઓજીની ટીમે શાન ઠેકાણે પાડી દીધી છે.

Exit mobile version