Site icon hindtv.in

સોનગઢ: તાપી એલસીબીના સપાટામાં કુખ્યાત ઘરફોડ ચોર ઝડપાયો

સોનગઢ: તાપી એલસીબીના સપાટામાં કુખ્યાત ઘરફોડ ચોર ઝડપાયો
Spread the love

સોનગઢ: તાપી એલસીબીના સપાટામાં કુખ્યાત ઘરફોડ ચોર ઝડપાયો
બંધ મકાનોમાં ચોરી કરનાર આરોપી ₹86,200થી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયો
ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

સોનગઢ: તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત એપ્રિલ માસ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવી ત્રાટકેલી ઘરફોડ ચોર ગેંગનો લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) તથા પેરોલ ફર્લો સ્કવોડે પર્દાફાશ કર્યો છે.

પોલીસે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે એક મુખ્ય આરોપીને ઝડપી પાડી ₹૮૬,૨૦૦/- થી વધુના મુદ્દામાલ સાથે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એપ્રિલ ૨૦૨૬ માં સોનગઢના ડોસવાડા વિસ્તારમાં મજૂરી કામ અર્થે આવેલા શ્રમિકોએ જ બંધ ઘરોની રેકી કરી આ ગુનાઓને અંજામ આપ્યો હતો. આરોપીઓએ સોનગઢ વિસ્તારમાં રાત્રિના સુમારે તાળા તોડી ઘરના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. એક જ રાતમાં બાજુના મકાનો અને દુકાનના ગલ્લાને પણ નિશાન બનાવી આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે બોબરો વસનાભાઇ પલાસ (રહે. ખજુરીયા, તા. ગરબાડા, જી. દાહોદ) ને કડોદરા-સુરત રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેણે પોતાના અન્ય સાથીદારો સાથે મળી આ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મોબાઇલ ફોન જપ્ત કરી કાયદેસરની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version