Site icon hindtv.in

સુરત કે ગુજરાત નહી પરંતુ ભારતીયો માટે સારા સમાચાર

સુરત કે ગુજરાત નહી પરંતુ ભારતીયો માટે સારા સમાચાર
Spread the love

સુરત કે ગુજરાત નહી પરંતુ ભારતીયો માટે સારા સમાચાર
કે.પી. ગ્રુપ દ્વારા 36 હજાર કરોડના એમઓયુ સુરતમાં કર્યા
ગ્લોબલ વિલેજ 2026માં બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન બનશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બોત્સાવાનાની મુલાકાત દરમિયાન ચેમ્બર્સ દ્વારા ઉદ્યોગકારોનુ ડેલિગેશન લઈ જવાયુ હતુ ત્યારે સુરતના કે.પી. ગ્રુપ દ્વારા બોત્સ્વાનામાં કરેલી એક નજરે જ 36 હજાર કરોડના એમઓયુ સુરતમાં કર્યા હતાં. ત્યારે આવનાર જાન્યુઆરીમાં સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ગ્લોબલ વિલેજ 2026માં બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન બનશે તેમ પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું.

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની બોત્સવાનાની મુલાકાત દરમ્યાન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોનું બિઝનેસ ડેલિગેશન પણ ગત 10 થી 14 નવેમ્બર દરમ્યાન બોત્સ્વાનાની મુલાકાતે ગયું હતું. આ અત્યંત ફળદાયી મુલાકાત હવે ભારત-બોત્સવાના જ નહીં પણ ગુજરાત-બોત્સવાના વચ્ચે સહયોગની દિશામાં આગળ વધી રહી છે અને તેમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ચેમ્બર દ્વારા જાન્યુઆરી 2026માં ગ્લોબલ વિલેજની બીજી આવૃત્તિનું આયોજન કરાયુ છે તેમાં ઉદઘાટક અને મુખ્ય મહેમાન તરીકે બોત્સવાનાના રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગીડિયોન બોકો તેમનાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે 22 થી 25 જાન્યુઆરી 2026 દરમ્યાન સુરત પધારી રહ્યા છે. તો બોટ્સવાનાના રાષ્ટ્રપતિની મુલાકાત પહેલા બોત્સવાનાના ઊર્જા મંત્રી તેમજ ભારત સ્થિત બોત્સ્વાનાના રાજદૂત તથા ઉચ્ચ અધિકારી બુધવાર 17 ડિસેમ્બરના રોજ ચેમ્બરના હોદ્દેદારો સાથે મીટિંગ કરીને રાષ્ટ્રપતિની સુરત મુલાકાતના કાર્યક્રમો અને એજન્ડાને આખરી ઓપ આપ્યો હતો.

સુરત કે ગુજરાત નહી પરંતુ ભારતીયો માટે સારા સમાચાર હોય તેમ સુરતના કેપી ગ્રુપ સાથે બોત્સવાનાના ઉર્જા મંત્રી દ્વારા 36 હજાર કરોડના એમઓયુ કરાયા છે. બોત્સવાનામાં વિન્ડ-સોલાર સહિત રિન્યુએબલ એનર્જી રોકાણ સુરતથી થયું છે. કેપી ગ્રુપ બોત્સ્વાનાની ઝીરો એમિશન પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા માટે બોત્સવાનાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં 36000 કરોડ એટલે કે કેપી ગ્રૂપે 4 બિલિયન યુએસડીનાં રોકાણ માટે બોત્સવાના સરકાર સાથે એમઓયુ કર્યા છે.

Exit mobile version