Site icon hindtv.in

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
Spread the love

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
ખટોદરા પોલીસે ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો
ભટાર ચાર રસ્તા નજીકથી હરેશ કાંતીલાલ પટેલને ઝડપી પાડ્યો

સુરતની ખટોદરા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 અને મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવીઝનની સુચનાને લઈ પીઆઈ બીઆર રબારી અને સીકે નીનામાની ટીમ પીએસઆઈ આરજી રાઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો જયરાજસિંહ અને અપોકો શિવરાજસિંહને મળેલી બાતમીના આધારે જોગસ પાર્ક ચોકી પાસે ભટાર ચાર રસ્તા નજીકથી કારમાં પસાર થતા હરેશ કાંતીલાલ પટેલને ઝડપી પાડી તેની ઝડતી લેતા તેની પાસેથી 1 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે એમડી ડ્રગ્સ, કાર, રકડા રૂપિયા અને મોબાઈલ સહિત 9 લાખ 96 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version