Site icon hindtv.in

ઉકાઈના કેસરીનંદન સોસાયટીમાં બંધ મકાનના નવ તાળા તૂટ્યા

ઉકાઈના કેસરીનંદન સોસાયટીમાં બંધ મકાનના નવ તાળા તૂટ્યા
Spread the love

ઉકાઈના કેસરીનંદન સોસાયટીમાં બંધ મકાનના નવ તાળા તૂટ્યા
બંધ મકાનના નવ તાળા તોડી પોલીસને પડકાર ફેંકતા ચોર

ઉકાઈ તાલુકામાં આવેલ ગુણસદા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કેસરીનંદન સોસાયટીમાં કોઈ જાણ ભેદી ચોર ટોળકીયે સોસાયટીના પાછળના ભાગે ખેતરમાંથી ઝાડ સાથે દોરડું બાંધી સોસાયટીની સુરક્ષા દિવાલ ઉપર ચાદર પાથરી સોસાયટીમાં પ્રવેશ કરી નવ જેટલા બંધ મકાનોને ટાર્ગેટ બનાવી રાત્રી દરમિયાન ઘરના લોખંડના નકુચાને ટેકનિકલ ઉપાયથી કાપી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપી નાસી જતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી છે, સોસાયટીમાં એક સાથે નવ મકાનના તાળા તૂટતા ઉકાઈ પોલીસ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી સોસાયટીમાં મુકેલા સીસીટીવી ફૂટેજની મદદે કામગીરી આરભી છે

ઉકાઈ જતા રોડ પર આવેલ કેસરીનંદન સોસાયટી આવેલી છે જેમાં 360 જેટલા મકાનો આવેલા છે ગત તારીખ 3 ડિસેમ્બરને રાત્રે સમય દરમિયાન કોઈ જાણ ભેદી ચોર ટોળકીયે દ્વારા આ નવબંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો હતો, જોકે મકાન માલિક બહારગામ હોય ચોર ટોળકીએ ઘરમાં મુકેલ તિજોરી ખોલી તમામ માલ સામાન વેર વિખેર અવસ્થામાં મૂકી નાસી જવા પામ્યા હતા. આ ચોરીને લઈ પોલીસે તમામ ઘરોની મુલાકાત લઇ પંચનામુ કરી સોસાયટીમાં મૂકવામાં આવેલ સીસીટીવી ફૂટેજની મદદે ચોર ટોળકીને પકડવાનો ચક્ર ગતિમાન ગતિમાન હાથ ધર્ય છે, ચોર ટોળકીયે નકુચાને તોડી ઘરમાં પ્રવેશી એલસીડી ટીવી કાઢી બહાર મૂકી લઈ જવાનું વિસરી ગયા હોઈ આગળ શું કાર્યવાહી કરશે ઉકાઇ પોલીસ સ્ટેશન જોવાનું રહ્યું..

Exit mobile version