આગામી 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરિક્ષાઓ
સુરતની 561 શાળાઓના કેન્દ્રો પર યોજાનાર પરિક્ષા
શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આકરી ઓપ આપ્યો
આગામી 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ રહી હોય જેને લઈ સુરતની 561 શાળાઓના કેન્દ્રો પર યોજાનાર પરિક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આકરી ઓપ અપાઈ રહ્યુ છે.
આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરિક્ષા શરૂ થશે ત્યારે સુરતની 561 શાળામાં અલગ અલગ કેન્દ્રો પર બોર્ડની પરિક્ષા યોજાનાર છે. સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બોર્ડની પરિક્ષાને લઈ તમામ તૈયારીઓ શરૂ કારઈ છે. જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડ સુધી સમયસર પહોંચે તે પ્રમાણેનું પ્લાનિંગ, જે શાળા નજીક ટ્રાફિકજામ થતો હોય તે શાળામાં નંબર આવ્યુ હોય તે વિદ્યાર્થીઓ 45 મિનિટ વહેલું નીકળવા અપીલ પણ કરાઈ છે. તો જહાંગીરપુરા ડભોલી બ્રિજ પરીક્ષા સમયે એક તરફનો બ્રિજ ટુવે કરવામાં આવશે. સુરતની 561 શાળામાં પ્રશ્ન પત્ર મોકલાશે જેને લઈને સુરતમાં 14 ઝોનમાં તૈયારીઓ કરી દેવાઈ અને 14 સ્ટ્રોંગ રૂમ બનાવામાં આવ્યા હોવાનુ પણ જણાવાયુ છે.

