Site icon hindtv.in

સુરતમાં આગામી 2 થી 5 એપ્રિલ પ્લાસ્ટ શો 2026નુ આયોજન

સુરતમાં આગામી 2 થી 5 એપ્રિલ પ્લાસ્ટ શો 2026નુ આયોજન
Spread the love

સુરતમાં આગામી 2 થી 5 એપ્રિલ પ્લાસ્ટ શો 2026નુ આયોજન
સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજન
પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી

સુરતમાં આગામી 2 થી 5 એપ્રિલ દરમિયાન સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે સુરત પ્લાસ્ટ શો 2026નુ આયોજન કરાનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.

સુરત પ્લાસ્ટ શો 2026માં નવી ટેક્નોલોજી સાથે મટિરિયલ રિસાયક્લિંગ અને સસ્ટેનેબિલિટી પર ખાસ ફોકસ કરાનાર હોય સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરતના પ્રમુખ કિશોરભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આગામી તારીખ 2 થી 5 એપ્રિલ દરમિયાન સુરતના સરસસાણા ખાતે આવેલ ઈન્ટરનેશનલ એકિઝબિશન અને કન્વિનિશન સેન્ટર ખાતે સુરત પ્લાસ્ટ શો 2026 નું આયોજન કરાનાર છે. ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યોગિક શહેર સુરતમાં સુરત પ્લાસ્ટ શો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન પ્લાસ્ટિક અને પોલિમર ઉદ્યોગ માટે નવીનતા, ટેક્નોલોજી અને વ્યાપારિક તકોને ઉજાગર કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ પ્રદર્શનમાં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, ઉત્પાદકો અને સપ્લાયર્સ ભાગ લઈ રહ્યા છે. અહીં આધુનિક મશીનરી, અદ્યતન ટેક્નોલોજી, પેકેજિંગ સોલ્યુશન્સ અને રિસાયક્લિંગ ક્ષેત્રની નવી શોધોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિશેષરૂપે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ સોલ્યુશન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે,

સુરત પ્લાસ્ટ શો 2026 ને સફળ બનાવવા સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરત તથા સનલાઈન ઈન્ફોટેક ઇવેન્ટ ઇન્ડિયા દ્વારા આયોજન કરાયુ છે. એસોસિયેશનના પ્રમુખ કિશોરભાઈ વાઘાણી તથા તેમના કારોબારી સભ્યોનું ખૂબજ મહત્વનું યોગદાન રહેલ છે અને ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરત, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, સુરત ટેક્સટાઇલ પેકેજીંગ એસોસિએશન, દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, મટીરીયલ રિસાયક્લિંગ એસોસિએશન ઇન્ડિયા, પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી આ એક્ઝિબિશનનુ આયોજન કરાનાર છે.

Exit mobile version