સુરતમાં નવનિર્મિત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન
ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ આવાસોનું ખાતમુર્હુત કર્યુ
સુરતના નવનિર્મિત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરવાની સાથે ગૃહરાજ્યમંત્રીએ પોલીસ આવાસોનું ખાતમુર્હુત કર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં વિવિધ બે કાર્યક્રમોમાં યોજાયા હતાં. જેમાં વરાછા ખાતે આવેલ નવનિર્મિત અશ્વનીકુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદઘાટન કર્યુ હતું. અને ત્યારબાદ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતેથી વિવિધ કેગેટરી પ્રમાણે આવાસોનું ખાતમુહૂર્ત કર્યુ હતું. ભેસ્તાન ખાતે બનનાર પોલીસ આવાસ કે જેમાં કક્ષા બી 160 કોન્સ્ટેબલ થી એ.એસ.આઈ માટે બનનાર હોય તો અમરોલી ખાતે બી 20 કે જેમાં પણ કોન્સ્ટેબલથી લઈ એએસઆઈ સુધી, પાલ ખાતે સી 24 પીએસઆઈ ક્વાર્ટર, અને કોન્સ્ટેબલથી એએસઆઈ માટે બનનાર આવાસોનું ખાતમુર્હુત કર્યુ હતું. 75 કરોડના ખર્ચે અર્બન પોલીસ સ્ટેશનના બાંધકામ થનાર છે, જેનું ખાત મુહર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયુ હતું.

