રિટેલ બ્રાન્ડ ઓલ ડે સ્ટોર દ્વારા સુરતમાં નવા સ્ટોર
સુરતમાં નવા સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન
વિવિધ શહેરોમાં એક સાથે 15 નવા સ્ટોર
રિટેલ બ્રાન્ડ ઓલ ડે સ્ટોર દ્વારા સુરતમાં નવા સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે જ દેશભરના વિવિધ શહેરોમાં એક સાથે 15 નવા સ્ટોર શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
દૈનિક જરૂરિયાતની વેલનેસ અને પર્સનલ કેર વસ્તુઓને સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે કાર્યરત રિટેલ બ્રાન્ડ ઓલ ડે સ્ટોર દ્વારા સુરતમાં નવા સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે જ દેશભરના વિવિધ શહેરોમાં એક સાથે 15 નવા સ્ટોર શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, ગુજરાત, દિલ્હી અને કર્ણાટક જેવા મહત્વપૂર્ણ બજારોમાં થયેલું આ વિસ્તરણ બ્રાન્ડના રાષ્ટ્રીય વિકાસના મહત્વના પગલા તરીકે માનવામાં આવે છે.
નવા સ્ટોર શરૂ થતાં હવે આસપાસના વિસ્તારોના ગ્રાહકોને રોજિંદા જીવન માટે જરૂરી વેલનેસ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સનો વિશાળ અને કિફાયતી સંગ્રહ એક જ સ્થળે મળશે.સ્થાનિક વિસ્તારોમાં વિશ્વસનીય દૈનિક જરૂરિયાતના સ્ટોર તરીકે પોતાની ઓળખ ઉભી કરવા માટે ઓલ ડે સ્ટોર વિવિધ કેટેગરીમાં પસંદગીયુક્ત પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે. તેમાં પર્સનલ હાઇજીન, હર્બલ કેર, વેલનેસ અને ઘરગથ્થુ ઉપયોગની જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. ગ્રાહકોને અહીં હર્બલ શેમ્પૂ, કન્ડીશનર, હર્બલ ટૂથપેસ્ટ, કોટન બડ્સ, એસીવી લિક્વિડ સહિત રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ સ્પર્ધાત્મક અને વાજબી કિંમતે ઉપલબ્ધ રહેશે,

