Site icon hindtv.in

સુરતના ડુમસ રોડ પર નવરાત્રિમાં નવા ગરબા ઝોનનું આયોજન

સુરતના ડુમસ રોડ પર નવરાત્રિમાં નવા ગરબા ઝોનનું આયોજન
Spread the love

સુરતના ડુમસ રોડ પર નવરાત્રિમાં નવા ગરબા ઝોનનું આયોજન
સી.બી. પટેલ શગુન ફાર્મ ખાતે ‘ગરવી વારસો’માં ભવ્ય ગરબાનું આયોજન
50 ફૂટ ઊંચા વિશાળ દાંડિયા રહેશે ખાસ આકર્ષણ
વિશાળ દાંડિયા સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો આયોજકોનો પ્રયાસ

સુરતના ડુમસ રોડ પર આ વર્ષે નવરાત્રિની ઉજવણી વધુ ભવ્ય બનવા જઈ રહી હોય તેમ વાઈપીડીએ નજીક આવેલા સીબી પટેલ શગુન ફાર્મ ખાતે ગરવી વારસો નામે નવા ગરબા ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 50 ફુંટ ઊંચા દાંડિયા ખાસ આકર્ષણ રહેશે. આયોજકો દ્વારા આ વિશાળ દાંડિયા સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. 8થી 20 ઑક્ટોબર દરમિયાન કૈરવી બુચ, ધ્વનિ પારેખ, સમીર અને વૈશાલી પ્રજાપતિ સહિતના કલાકારો સાથે ખૈલૈયાઓ દાંડિયાની રમઝટ બોલાવશે.

સુરતના ડુમસ રોડ પર નવરાત્રિ-2026 માટે ગરવી વારસો ગરબા ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. વાઈપીડીએ નજીક આવેલા સીબી પટેલ શગુન ફાર્મ ખાતે વિશાળ ગરબા ગ્રાઉન્ડ અને પ્રીમિયમ ફૂડ કોર્ટ સાથે ખૈલૈયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગરબા ઝોનનું સૌથી મોટું આકર્ષણ 50 ફૂટ ઊંચો વિશાળ દાંડિયો રહેશે. આયોજકોના જણાવ્યા મુજબ આ અનોખા દાંડિયા સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ખૈલૈયાઓ માટે અહીં સેલ્ફી અને વીડિયો માટે પણ ખાસ આકર્ષણ રહેશે. ગરવી વારસોમાં દેશના જાણીતા સિંગર્સ સાથે 8થી 20 ઑક્ટોબર સુધી દાંડિયાની ધમાલ જામશે. 8 ઓક્ટોબરે કૈરવી બુચ અને 9 ઓક્ટોબરે ધ્વનિ પારેખ સાથે પ્રી-નવરાત્રિ દાંડિયા વોર્મઅપનું આયોજન કરાયું છે. દરરોજ સિંગલ અને કપલ માટે અફોર્ડેબલ એન્ટ્રી પાસની વ્યવસ્થા રાખવામાં આવી છે. માત્ર 499 પ્રતિદિનના એન્ટ્રી પાસથી પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ભાગ લઈ શકાશે. વિશાળ પાર્કિંગ, વીઆઈપી બેઠક વ્યવસ્થા અને અલગ-અલગ ગરબા ઝોન ઉપરાંત હેરીટેજ સેટની વચ્ચે વડોદરા સ્ટાઇલના ટ્રેડિશનલ ગરબાનો અનુભવ પણ ખૈલૈયાઓને મળશે.

Exit mobile version