Site icon hindtv.in

બીલીમોરાથી ઉકાઈ ગામે નવી બસ સેવા શરૂ

બીલીમોરાથી ઉકાઈ ગામે નવી બસ સેવા શરૂ
Spread the love

બીલીમોરાથી ઉકાઈ ગામે નવી બસ સેવા શરૂ
નવી બસ સેવા શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી

સોનગઢ /ઉકાઈ તાલુકામાં જી.એસ. ઇ.સી.એલ.ના ચીફ એન્જિનિયર એસ.ડી.પટેલના સતત પ્રયત્નોથી નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

લાંબા સમયથી ગામ લોકોની આવાગમનની સમસ્યા દૂર કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નો હવે સફળ રહ્યા છે. સોનગઢ /ઉકાઈ તાલુકામાં આ બસ સેવાની શરૂઆત આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધિ કરીને કરવામાં આવી હતી. ગામના વડીલો અને આગેવાનો દ્વારા શુભ મુહૂર્તમાં પૂજા કરી બસ સેવાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું, જેના કારણે ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ તથા રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ સેવા શરૂ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગામના વિકાસ માટે સતત સહકાર આપવા આશા વ્યક્ત કરી હતી. બસ બીલીમોરાથી સવારે 5:00 વાગ્યે ઉકાઈ 8:30 વાગ્યે આવશે, જેનાથી ગામના લોકો માટે રોજિંદા આવાગમન વધુ સરળ બનશે. આ સેવા ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામદારો અને આરોગ્ય સેવાઓ માટે જતા લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષસંઘવી, એસ.પી.માતૃજા, નીરવભાઈ, શૈલેષભાઈ ટંડેલ, પાયલબેન ઉપસ્થિત રહ્યા હતા. ગામજનો દ્વારા આ પહેલનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરપંચશ્રીના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી આ પ્રસંગને આનંદપૂર્વક ઉજવ્યો હતો….

Exit mobile version