એનડીપીએસ ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
છ મહિનાથી નાસતા ફરતા રમેશ જૈના ઝડપાયો
ભેસ્તાન પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં છ મહિનાથી નાસતા ફરતા આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત પોલીસે તહેવારો સમયે પેટ્રોલિંગ વધારી દીધી છે ત્યારે સુરતની ભેસ્તાન પોલીસ મથકના પી.આઈ. કે.પી. ગામેતી અને જે.એમ. સોલંકી સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.જી. યાદવની ટીમના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ તથા ઈન્દ્રજીતસિંહ અને ધર્મેશએ બાતમીના આધારે ભેસ્તાન પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપી એવા મુળ ઓરિસ્સાનો અને હાલ ભેસ્તાન આવાસ ખાતે રહેતા જગતનાથ ઉર્ફે જગ્ગા રમેશ જૈનાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

