Site icon hindtv.in

ગણેશ વિસર્જનને લઈને નવસારી ટાઉન પોલીસની બેઠક

ગણેશ વિસર્જનને લઈને નવસારી ટાઉન પોલીસની બેઠક
Spread the love

ગણેશ વિસર્જનને લઈને નવસારી ટાઉન પોલીસની બેઠક
ગણેશ મંડળોના આયોજકો સાથે પોલીસે કરી મહત્વપૂર્ણ ચર્ચા
વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસની સૂચના
ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર એલર્ટ

નવસારી શહેરમાં ગણેશોત્સવ બાદ આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી નવસારી ટાઉન પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા શહેરના વિવિધ ગણેશ ઉત્સવ મંડળોના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન ગણેશજીની પ્રતિમાના વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.પોલીસ દ્વારા ગણેશ મંડળોના આયોજકોને વિસર્જનના રૂટ, સમયપત્રક, સરઘસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, ડીજે અને ધ્વનિ પ્રદૂષણ અંગેના નિયમો તેમજ પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ વિસર્જન દરમિયાન મંડળના સ્વયંસેવકોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોવાનું જણાવી પોલીસ સાથે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી. વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તા પર એકત્ર થતા હોવાથી ટ્રાફિકને અસર ન થાય અને ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે પણ ખાસ તકેદારી રાખવા જણાવાયું હતું. પોલીસ તંત્ર દ્વારા ગણેશ મંડળોના આયોજકોને અપીલ કરવામાં આવી હતી કે, વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદ કે અફવા પર ધ્યાન ન આપતા પોલીસને સહકાર આપી ગણેશોત્સવની પરંપરાને અનુરૂપ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન કરવામાં સહભાગી બને. નવસારી શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી બંદોબસ્ત અને આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Exit mobile version