બંગાળમાં જીતની નવસારી ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવની ઉજવણી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા જ દેશભરમાં ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નવસારીમાં પણ ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલી ઐતિહાસિક જીતની ઉજવણી નવસારીના જૂનાથાણા વિસ્તારમાં કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે કાર્યકરો અને નવા ચૂંટાયેલા નગરસેવકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને વિજયોત્સવમાં શહેર અને જિલ્લાસંગઠનના અગ્રણીઓ તેમજ જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર વિસ્તાર ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. આ જીતે આગામી સ્થાનિક અને રાષ્ટ્રીય ચૂંટણી માટે કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો છે

