નવસારી ગ્રીડ રાહુ નવગ્રહ શનિદેવનું મંદિર
અમાસ અને શનિવારનો સંયોગ શનિ અમાવસ્યા
શ્રાવણ માસની શનિ અમાવસ્યા નિમિતે ભાવિકો ઉમટ્યા
નવસારી ગ્રીડ રાહુ નવગ્રહ શનિદેવના મંદિરે શ્રાવણ માસની શનિ અમાવસ્યા નિમિતે ભાવિકો ઉમટ્યા છે, આજ રોજ નવસારી ગ્રીડ શનિદેવ નવગ્રહ મંદિરે મળશકે ૪ વાગ્યાથી ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી.
આજે શ્રાવણ માસની અમાસ અને શનિવારનો સંયોગ શનિ અમાવસ્યાના દિને હજારો ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. હિન્દુ સપ્તાહમાં શનિવારનુ અનેરૂ મહત્વ દર્શાવાયુ અને શનિવારનો વાર હનુમાનજી અને શનિદેવતાનો માનવામાં આવે છે. ત્યારે દક્ષિણ ગુજરાતનું પવિત્ર તીર્થ ગણાતા ગ્રીડ નવસારી શનિદેવતા તેમજ નવગ્રહ દેવનુ મંદિર આવેલું છે. વર્ષોથી આ મંદિર ભકતોની આસ્થા અને શ્રધ્ધાનુ પ્રતિક બન્યું છે. શનિદેવતાના મંદિરે દક્ષિણ ગુજરાતમાંથી તેમજ મહારાષ્ટ્ર થી ભાવિક ભક્તો અહી વાર તહેવાર એ દર્શને આવે છે. ભકતોની મનોકામના પૂર્ણ થાય છે. ભકતો મનોકામના પૂર્તિ માટે બાધા રાખે છે. આજે શનિવાર હોય અને શ્રાવણ માસ ની અમાસનો પણ સંયોગ જોવા મળ્યો હતો. જેથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા
