નવસારી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા ઉમેદવારી.
આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકારણ ગરમાયુ
મોટી સમસ્યા મચ્છરોનો ઉપદ્રવ અને ખુલ્લી ગટરો
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાજ્યમાં નવસારી મહાનગર પાલિકા નવસારી જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત તથા એક નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે જેને લઈને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકારણ ગરમાયુ છે
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાજ્યમાં નવસારી મહાનગર પાલિકા નવસારી જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત તથા એક નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે જેને લઈને નવસારી જિલ્લાનું રાજકારણ ઘરમાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તેવા સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે સાથે ભાજપ કોંગ્રેસના દાંત ખાટા કરવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે ઉમેદવારો ઉતારી રહી છે જેને લઇને ભાજપ અને કોંગ્રેસમાં મતોમાં ભંગાણ થાય તેવી રાજ્ય સ્થિતિ ઊભી થશે.
નવસારી મહાનગરપાલિકામાં ગત ટર્મમાં ચૂંટાયેલા વોર્ડ નંબર 13 ના પ્રીતિબેન અમીને વોર્ડ નંબર 13માંથી કોંગ્રેસ ઉમેદવારી નોંધાવી છે જ્યારે વોર્ડ નંબર સાતના યુવા ચહેરા એવા મીરલભાઈ પટેલે 25 વર્ષ જૂનો ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવારે અલંકારિક પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું છે પોતાના વિસ્તારની મત મોટી સમસ્યા મચ્છરોનો ઉપદ્રવ અને ખુલ્લી ગટરોની સમસ્યાથી ભેશત ખાડા વિસ્તાર વર્ષોથી પીડાય છે સમસ્યાને ઉજાગર કરતા કરતા ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને પરિવર્તન લાવવા માટેની ગાંઠ વાળી ભાજપના દાંત ખાટા કરવા માટે મેદાનમાં ઉતાર્યો હોવાની બાંગ પુકારી છે……

