નવસારી બે મહિલા આરોપીઓની ધરપકડ કરી
લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં ધરપકડ
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલસીબી) વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં સામેલ બે મહિલા આરોપીઓની ધરપકડ કરી.
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહિલાઓ પાસેથી ૫,૦૦,૦૦૦/- ની કિંમતનો સોનાનો સેટ અને બુટ્ટી રિકવર કરી છે. મુખ્ય આરોપી કૃતિબેન હળપતિએ ફરિયાદી પીનલબેનનો વિશ્વાસ જીતી ૨૩ તોલા સોનું મેળવી લીધું હતુંIIFL ગોલ્ડ લોન કંપનીમાં નોકરી કરતી બંસીબેન ઠુમ્મર સાથે મળીને આ દાગીના પર ૧૧ નવી ગોલ્ડ લોન અને ૨૦ ટોપઅપ લોન મેળવી ૧૬,૪૧,૬૬૮ ની ઉચાપત કરી છે, પોલીસે બાતમીના આધારે નવસારી અને જલાલપોર ખાતેથી બંને મહિલા ઠગોને દબોચી લીધી હતી.ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તાપસ શરૂ કરી

