Site icon hindtv.in

બારડોલીમાં નવરાત્રી ની તૈયારી શરૂ કરાઇ

બારડોલીમાં નવરાત્રી ની તૈયારી શરૂ કરાઇ
Spread the love

બારડોલીમાં નવરાત્રી ની તૈયારી શરૂ કરાઇ
બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના મેદાન ખાતે ભૂમિ પૂજન કરાયું
સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ યોજનાર છે

બારડોલી ના સ્વરાજ આશ્રમ નજીક કોલેજ મેદાન ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ યોજનાર છે. બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના મેદાન ખાતે ભૂમિ પૂજન કરાયું હતું. અને નવરાત્રી ની તૈયારી શરૂ કરાઇ હતી.

ગણેશ ઉત્સવ સાથે હવે માં આદ્યશક્તિ ના નવલા નોરતા ને પણ દિવસો ગણાય રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે. ધંધા દારી નહીં પરંતુ સ્વર્ણિમ ગ્રુપ દ્વારા બામણી હોસ્પિટલ ના લાભાર્થે નવરાત્રી મહોત્સવ યોજાનાર છે. બારડોલી નગર ના સ્વરાજ આશ્રમ નજીક આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના મેદાન ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન થનાર છે. જેની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે આજે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ , કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ તેમજ જિલ્લા સંગઠન ની ટિમ સાથે ભૂમિ પૂજન કરી વિધિવત તૈયારી શરૂ કરાઇ હતી. ખાસ કરી ને સ્વર્ણિમ ગ્રુપ દ્વારા ભુલા ભાઈ રામાભાઈ સ્મારક બામણી હોસ્પિટલ ન લાભાર્થે નવરાત્રી યોજનાર છે

Exit mobile version