Site icon hindtv.in

અમરેલી : માં અંબાના આરાધનાનુ પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી

અમરેલી : માં અંબાના આરાધનાનુ પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી
Spread the love

અમરેલી : માં અંબાના આરાધનાનુ પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી
પ્રજાપતિ પરિવાર જે છેલ્લા 70 વર્ષ થી માટીના ગરબા બનાવે છે
કાચી માટીને પરંપરાગત ચાકડા પર ગરબાનો આકાર આપવામાં આવે છે

માં અંબાના આરાધનાનુ પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. નવરાત્રિમાં ગરબા રમવાની સાથે સાથે માટીના ગરબાનુ ખુબ મહત્વ છે.. નવરાત્રીના પાવન દિવસોમાં લગભગ દરેક ઘેર અવનવા ગરબાનુ સ્થાપન કરવામાં આવે છે.. પરંતુ આજે આપણે એક એવા પ્રજાપતિ પરિવારની વાત કરવી છે જે છેલ્લા 70 વર્ષ થી માટીના ગરબા બનાવે છે..

નવલા નોરતા એટલે માં આદ્યશક્તિ ની આરાધનાનુ પર્વ.. માં ની આરાધનામાં માટી ના ગરબાનુ અનેરુ મહત્વ છે… આપણે બજાર માથી માટી નો ગરબો અને કોડિયું ફટાફટ ખરીદી લઈએ છીએ.. પરંતુ તે ગરબા ને આકાર કેવી રીતે અપાય છે તે જુઓ… આ છે અમરેલીના ધારી શહેરમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિ છે આંબાભાઈ નો પરિવાર છેલ્લા 70 વર્ષ થી માટી ના ગરબા બનાવે છે.. નવરાત્રીના ત્રણ મહિના અગાઉ તેઓ કામની શરૂઆત કરે છે.. અને સૌ પ્રથમ માટીના કોડિયા બનાવે છે.. ત્યાર બાદ ગરબા બનાવવામાં આવે છે.. કાચી માટી ને પરંપરાગત ચાકડા પર ગરબાનો આકાર આપવામાં આવે છે.. ત્યાર બાદ તેને ભઠ્ઠી માં પકાવવા માં આવે છે… ગરબા તૈયાર થયા પછી પરિવાર ની મહિલાઓ ગરબા પર અવનવા રંગો પુરે છે… આંબા ભાઈ નો પરિવાર આ વર્ષે લગભગ અઢી હજાર ગરબા બનાવ્યા છે.. જે હાથો હાથ વેચાવા લાગ્યા છે.. અને આ ગરબાની કિંમત છે માત્ર 30 રૂપિયા.. અને 40 રૂપિયા આંબાભાઈ ના પરિવાર દ્વારા બનાવવામાં આવેલ આ માટીના ગરબા આ વિસ્તારમાં સૌથી વધુ વેચાય છે.. જેનુ સૌથી મોટુ કારણ એ છે કે તેઓ આ ગરબા બનાવવામાં કોઈ જ મશીનરી નો ઉપયોગ કરતા નથી… ગ્રાહકો અત્યાર થી જ આ ગરબા લેવા માટે આંબાભાઈ ના ઘેર પહોંચી જાય છે.. માત્ર ગ્રાહકો જ નહી.. પરંતુ કેટલાક લોકો આંબાભાઈ પાસે થી જથ્થાબંધ ગરબા લઈને બજારમાં છુટક વેચી ને પૈસા પણ કમાઈ છે… એટલે એક રીતે તેઓ પોતે તો રોજગારી મેળવે જ છે.. સાથે સાથે અન્ય લોકો ને પણ રોજગારી મળે છે.. વર્તમાન સમયમાં આપણે સ્વદેશી વસ્તુઓ અને લોકલ ફોર વોકલ તરફ વળી રહ્યા છીએ.. ત્યારે આંબાભાઈ જેવા અનેક પરિવાર ને આપણે સાથ આપીએ તો ખરા અર્થ માં નવરાત્રિ માં માં ભગવતી રાજી થાય છે .

Exit mobile version