Site icon hindtv.in

નવસારીના ગણદેવીમાં અનાવિલ મંડળ દ્વારા 21 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન

નવસારીના ગણદેવીમાં અનાવિલ મંડળ દ્વારા 21 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન
Spread the love

નવસારીના ગણદેવીમાં અનાવિલ મંડળ દ્વારા 21 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન
પરંપરાગત નવરાત્રિ મહોત્સવમાં 35 ગામોના સભ્યો જોડાય છે
માતાજીની આરાધના સાથે સામાજિક સેવાનો અનોખો સંદેશ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અનાવિલ મંડળ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી પરંપરાગત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. માતાજીની આરાધના સાથે સામાજિક સેવાનો ઉમદા સંદેશ આપતા આ મહોત્સવમાં ગણદેવી તાલુકાનાં આશરે ૩૫ ગામોના મંડળના સભ્યો જોડાય છે. નવરાત્રિ દરમિયાન એકત્રિત થતું ફંડ વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં સૌ કોઈ નિર્ભયતાથી મોડી રાત સુધી ગરબે ઘૂમે છે.

નવરાત્રિ એટલે શક્તિની ઉપાસના, ભક્તિ અને પરંપરાનો પર્વ. ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવ માત્ર ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ તેની સાથે સમાજસેવાની ભાવના પણ જોડાયેલી છે. નવરાત્રિના દસ દિવસ દરમિયાન ગણદેવી તાલુકાનાં આશરે ૩૫ ગામોના મંડળના સભ્યો એકસાથે માતાજીની આરાધના કરે છે. ભક્તિ અને ઉત્સાહના માહોલમાં સૌ કોઈ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવે છે.

આ નવરાત્રિ મહોત્સવની વિશેષતા છે અહીં જોવા મળતી એકતા, સુરક્ષિત વાતાવરણ અને સામૂહિક ભક્તિ. ગણદેવી તાલુકાનાં વિવિધ ગામોના સભ્યો દસ દિવસ સુધી એક પરિવારની જેમ સાથે મળીને માતાજીની આરાધના કરે છે. અહીં સૌ કોઈ કોઈપણ જાતના ભય વિના મોડી રાત સુધી ગરબે ઘૂમી શકે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા નવી પેઢીને સંસ્કૃતિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનું કાર્ય પણ કરે છે. આમ, અનાવિલ મંડળની નવરાત્રિ ભક્તિ, એકતા અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ બની છે.

Exit mobile version