સુરતમાં નવરાત્રીનુ ધમધમાટ શરૂ
યશવી નવરાત્રી બાદ એક શામ પોલીસ કે નામ કાર્યક્રમ
કાર્યક્રમમાં પલક મુચ્છલ અને મિથુન શર્મા હાજરી આપશે
સુરતમાં નવરાત્રીનુ ધમધમાટ શરૂ થયુ હોય તેમ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે યશવી નવરાત્રી બાદ એક શામ પોલીસ કે નામ બેનર હેઠળ યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેવા પલક મુચ્છલ અને મિથુન શર્મા આવનાર હોય જેઓએ સુરતમાં પત્રકાર પરિષધને સંબંધી હતી.
આજની જનરેશનમાં પોપ અને રેપ મ્યુઝિકની વધતા ક્રેઝ વચ્ચે આજે પણ લોકોમાં જુના ક્લાસિક ગીતોની લોકપ્રિયતા ખુબ છે. 70 અને 80 ના દાયકાના ગીતો હજી પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે. ત્યારે આવી જ એક સંગીતની સૂરીલી સફરમાં તમને લઈ જવા માટે યશવી એન્ટરટેઇન્મેન્ટ બોલીવુડના જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે ભારતીય સિનેમાને સમર્પિત અ ટ્રીબ્યુટ ટુ ઈન્ડિયન સિનેમા. જે ભારતના સંગીતજગતના ઇતિહાસમાં પહેલીવાર જ છે. પોતાના 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિથુન સ્ટેજ પર મંત્રમુગ્ધ કરી દે તેવી સંગીતની સુરાવલી રજૂ કરશે. ઝી સીને એવોર્ડના પરફોર્મન્સ બાદ બહોળી લોકચાહના મેળવનાર પલક અને મિથુનના સુરતમાં થવા જનાર આ કોન્સર્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમના ઈન્ડિયા ટુરની શરૂઆત જ આપણા શહેર સુરતથી થઇ રહી છે. તે પછી ગુજરાતના અન્ય 5 મહાનગરોમાં આ કોન્સર્ટ કરવામાં આવશે. યશવી એન્ટરટેઇન્મેન્ટ યશવી નવરાત્રીના ભાગરૂપે જ આ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે જેમાં યશવી નવરાત્રીના હિસ્સો બનનાર ખેલૈયાઓ માટે આ મ્યુઝિક કોન્સર્ટમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. ભારતીય સિનેમાને સમર્પિત આ સમગ્ર કોન્સર્ટ અમે સુરત પોલીસને નામ કરવા જઈ રહ્યા છે. એક શામ પોલીસ કે નામ ના બેનર હેઠળ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવતા સુરત પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત મહેમાનો બની રહેશે. તારીખ 22 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર યશવી નવરાત્રી પૂર્ણ થયા બાદ તારીખ 4થી ઓક્ટોબર દ્વારા વેસુ વીઆઈપી રોડ પર મહાવીર કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે યશવી એસી ડોમ ખાતે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત સુરત જ નહીં પણ ગુજરાત અને ભારતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ સમાન બની રહેનાર આ મ્યુઝિક કૉન્સર્ટને એક સાથે 20 હજાર સંગીત રસિકો માણી શકે તે પ્રમાણેનું ભવ્યાતિભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. વિશાળ સ્ટેજ પર એક સાથે 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિથુનના અદભુત સંગીતના રસપાનનો લ્હાવો સુરતના પ્રેક્ષકો માટે પણ એક યાદગાર અનુભવ બની રહેશે.

