લિંબાયતમાં ઝનકાર નવરાત્રી 2025 ગરબાનું આયોજન
સંગીતાબેન પાટીલના હસ્તે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
લિંબાયતના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ
લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા લિંબાયત વિસ્તારમાં ઝનકાર નવરાત્રી 2025 ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે આજરોજ લિંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયતના ધારાસભ્ય સંગીતા બેન પાટીલ સાથે વિસ્તારના આગેવાનો દ્વારા ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયત સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત જનકાર નવરાત્રી 2025 ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આજ રોજ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા ભૂમિ પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિસ્તારના આગેવાનો સહિત જે નવરાત્રીના નવ દિવસ ધૂમ મચાવનાર છે તે આર્ટીસોપણ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ વખત લિંબાયત નીલગરી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રીના ગરબા નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે લિંબાયતના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે વધુમાં જણાવ્યું હતું કે લિંબાયતમાં ભવ્ય નવરાત્રિનું આયોજનું સપનું એ આજે પૂરું થયું છે અને મારા મત વિસ્તારના રાસ ગરબા રમતા ખેલૈયાઓ જે બહાર રમવા માટે જતા હોય છે તે લોકો લિંબાયત વિસ્તારમાંજ ગરમા રમી શકશે સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરી આવતા ખેલૈયાઓ માટે પાસ વગર એન્ટ્રી સાથે સારા રાસ ગરબા રમતા ખેલૈયાઓ માટે ઇનામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લિંબાયત વિસ્તારમાં ભવ્યથી ભવ્ય ગરબા કેવી રીતે રમાડી શકાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે……

