Site icon hindtv.in

અરવલ્લી : મોડાસામાં કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા નવરાતી નું ભવ્ય આયોજન કરાયું

અરવલ્લી : મોડાસામાં કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા નવરાતી નું ભવ્ય આયોજન કરાયું
Spread the love

અરવલ્લી : મોડાસામાં કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા નવરાતી નું ભવ્ય આયોજન કરાયું
બાળકોએ અલગ અલગ 100થી વધુ વેશભૂષા ધારણ કરી ઉજવણી કરી

મોડાસા ખાતે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા નવરાતી નું ભવ્ય આયોજન સાથે ત્રીજા નોરતે બાળકો એ અલગ અલગ 100 થી વધુ વેશભૂષા ધારણ કરી ઉજવણી કરી

જગદંબા માઁ અંબેની આરાધના અટેલે નવરાત્રી પર્વ નો તહેવાર જેમાં દસ દિવસ માઁ અંબેની ભક્તિ કરવામાં આવેં છે સાથે વિવિધ જગ્યાએ નવરાત્રી મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવેં છે. શેરી ગરબા સહીત પાર્ટી પ્લોટ અને ખાનગી આયોજકો દ્વારા ગરબા નું આયોજન થાય છે. મોડાસા વિસ્તારમાં વિવિધ જગ્યાએ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી થઇ રહી છે. મોડાસા ખાતે ખાસ કરીને ત્રીજા નોરતે બાળકો એક આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા જેમાં કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષનીજેમ આ વર્ષ એ પણ નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રીજા નોરતે બાળકો વિવિધ વેશભૂષામાઁ જોવા મળ્યા હતા જેમાં સમાજમાં સંદેશો પોહચે તે મુજબની અલગ અલગ થીમ અનુસાર વેષ ધારણ કરી સમાજને સંદેશો પોહચાડવા એક સુંદર આયોજન કયુઁ હતું. વેશભૂષામાં જય શ્રી રામ પરિવાર, દેશભક્તિ, ડોક્ટર, ફળ ફૂલ, ખેડૂત મિત્રો, આદિવાસી નૃત્ય થીમ, શીવ પરિવાર, શબરી, શિવાજી, અલગ અલગ ધાર્મિક ની એકતા થીમ, શ્રી ક્રિષ્ના પરિવાર, મીરાંબાઈ,હનુમાનજી, રાણી લક્ષ્મીબાઈ, બેડમેન, ભારતમાં તેમજ દેશભક્તિ થીમ, સાઈબાબા, રસોઈ થીમ, ખેડુત, ક્રિકેટર, ગણપતિ સહીત વિવિધ થીમ પર સમાજને સંદેશો પોહચાડવા ભક્તિ ની આરાધના સાથે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકો એ ભાગ લીધો હતો. આમ કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Exit mobile version